રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રહેલિકા પર પદ્યવાર્તા
પ્રહેલિકા એટલે કાવ્યનો
કોયડો. પ્રહેલિકામાં કોઈક કોયડો હોય છે. પ્રહેલિકાના બે પ્રકાર છે : શાબ્દી અને આર્થી. શાબ્દી પ્રહેલિકામાં શાબ્દિક ચાતુરી ચકાસતો કોયડો હોય છે અને આર્થી કોયડામાં વ્યંજના ઉકેલવાની હોય છે. ઉદાહરણ : ‘આદ્યાક્ષર વણ જગ જીવાડણ, અંત્યક્ષર વણ મીઠું, મધ્યાક્ષર વણ સહુ સંહારણ, તે મેં નજરે દીઠું.’ (શામળ) આ પંક્તિ શાબ્દી પ્રહેલિકાનો નમૂનો છે. કવિ શામળે ‘કાજળ’ શબ્દ માટે આ પંક્તિ યોજી છે. જળ જગતને જીવાડે છે, કાજ એટલે કે કામ કરનાર મીઠું લાગે, વ્હાલું લાગે અને મધ્ય અક્ષર વગર બનતો શબ્દ કાળ – જે સહુને સંહારે છે. આર્થી પ્રહેલિકા : ‘જે પગ ન હોવા છતાં દૂર જનારો છે, સાક્ષર હોવા છતાં પંડિત નથી, મુખ વગરનો છે, છતાં સ્પષ્ટ કહેનારો છે, એ જે જાણે તે પંડિત.’ અહીં ઉક્ત પંક્તિમાં ‘પત્ર’ માટે ઇંગિત દર્શાવ્યા છે, એ અર્થવિસ્તાર કરી ઉકેલવાનું છે, માટે આર્થી પ્રહેલિકા છે. પ્રેમીઓની વાતચીત કે આનંદભરી મશ્કરી માટે, વિદ્વાનોની ચર્ચામાં પ્રહેલિકાનો ઉપયોગ થતો.