રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
બોઘડ એક ગરીબ બ્રાહ્મણનો દીકરો હતો. બોઘડ હતો બ્રાહ્મણનો દીકરો પણ નાનપણથી કાંઈ ભણ્યોગણ્યો ન હતો. એને ન આવડે પાઠ કે ન આવડે પૂજા. વેદ કે મંત્રનું તો નામેય ન જાણે. જેવું નામ એવી જ એની બુદ્ધિ. બોઘડ એક ખેડૂતને ત્યાં ખેતરમાં કામે રહ્યો. રહેતે રહેતે એને ખેતીનું
ભળભાંખળું થવામાં હતું. મુંબઈ ગામના કૂકડાઓ હજી તો આંખો ચોળતા હતા. તેવામાં એક પોલીસદાદા સડક પરથી નીકળ્યા. ડાબે-જમણે જોતા જાય, ને ટડિંગ... ટડિંગ... દંડૂકો પછાડતા જાય. યુનિફૉર્મ કેવો, તો ક્હે વટ પડી જાય એવો! ખાખી ખમીસ, ખાખી પાટલૂન, ભૂરી ટોપી, ચકમકતો