Famous Gujarati Lokgeeto on Pita | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિતા પર લોકગીતો

સંતાનોનો પાલક. ભારત

દેશ સમેત વિશ્વના મોટાભાગના દેશોમાં પૈતૃસત્તાક પરિવાર સંચાલન રહ્યું છે. અર્થાત પરિવારના સંચાલક પિતા હોય. આ કારણે પિતાની જવાબદારીઓ ખૂબ ગંભીર અને મહત્ત્વની બની જાય છે. પિતા અને પુત્રો વચ્ચે પેઢીનું અંતર હોય છે. માણસને સમજદારી કેળવતા ૨૫ વર્ષ લાગે છે એમ માનીએ તો પુત્ર જન્મ પછી તરુણ અવસ્થામાં પ્રવેશે અને વિશ્વને પોતાની નજરે જોવાની શરૂઆત કરે ત્યારે પિતા સમેત અન્ય અનેક બાબતે એ જે તોલ બાંધે એમાં નાદાની અને અપરિપક્વતાનો ભેગ હોય છે. એ સ્થિતિમાં તરુણો મહદંશે પિતાનું અનુચિત મૂલ્યાંકન કરતાં હોય છે અને પિતા પુત્ર વચ્ચે અંતર વધતું જાય છે. સાહિત્યમાં આ સંબંધ અનેક કૃતિઓમાં નાણવામાં આવ્યો છે. (વધુ માહિતી માટે જુઓ : દીકરો). પુત્રી સાથે પિતાનો સંબંધ સહેજ જુદો હોય છે. પુત્રીની વ્યાવહારિક આવશ્યક્તાઓ માતા પૂરી પાડે અથવા પુત્રી તરફથી પુત્રીના પિતા જોડે માતા જ સંપર્ક કરે એવી પારિવારિક પરંપરા હોવાથી પિતા અને પુત્રી દરમિયાન વ્યવહારનો નહિવત્ અને લાગણીનો સંબંધ વધુ વિકસે. આથી વ્યાવહારિક મુદ્દાઓમાં ભાગ્યે જ પુત્રીને પિતા સામે વાંધા પડે(જે પુત્રને પડી શકે). આમ, પિતાનો સંબંધ પુત્રી સાથે મહદંશે સંવેદનશીલ – સંઘર્ષશૂન્ય રહે છે અને આપણી સમાજ વ્યવસથાનુસાર પુત્રીને એક તબક્કે પરણાવી સાસરે વળાવવાની છે એ કોઈ પિતા વીસરી ન શકે. આ સભાનતા પિતાને પુત્રી પ્રતિ વધુ ઉદાર કે નમ્ર બનાવે એમ બનતું હોય છે. પુત્રી સાથેના આવા વલણને પુત્ર પક્ષપાત તરીકે જોઈ/અનુભવી પિતા માટે દુર્ભાવ વિકસાવે એ શક્યતાઓ પણ રહે. (વધુ માહિતી માટે જુઓ : જુઓ ‘દીકરી’)

.....વધુ વાંચો