Famous Gujarati Children Stories on Pavan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પવન પર બાળવાર્તાઓ

હવાના હલનચલનનો પ્રવાહ.

વાતાવરણીય દબાણમાં ફેરફાર થતાં પવન સર્જાય છે. હવા પ્રાકૃતિક નિયમાનુસાર ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ આગળ વધે છે. પરિણામે વિવિધ ગતિના પવન પરિણમે છે. પવન આહ્લાદક અનુભવ આપે છે. માટે જ સાહિત્યમાં બહુધા મનોરમ્ય કે મનભાવન વાતાવરણ કે ઘટનાનું આલેખન હોય ત્યારે પવનનો ઉલ્લેખ થાય છે. ગુણવંત શાહ અને ગૌતમ શર્માની નવલકથાનું નામ ‘પવનનું ઘર’ છે. ધરમાભાઈ શ્રીમાળીની વાર્તા ‘સાંકળ’માં પવનનો ઉલ્લેખ ત્રણ વાર આવે છે અને ત્રણેય વાર એ જુદાં જુદાં રૂપમાં છે, નાયિકાના મનોભાવનું જાણે પ્રતીક બની રહે છે. હિમાંશી શેલતે પવનને પોતાની વાર્તામાં કઈ રીતે ચલાવ્યો છે એ જુઓ : ‘...ક્યારેક ભીડમાં ઘેરાઈ જવાનું આવે તો એ એક કવચ ધારણ કરવા મથતી. એવું કવચ જે એને સુરક્ષિત રાખે અને બધીયે આંખોથી બચાવી લે, સંતાડી દે. કોઈક વખત અમસ્તોયે એકાદ પુરુષનો ધક્કો લાગી જાય તો એ સંકોચાઈને કોકડું વળી જતી. શેળાની જેમ સ્ત્રીઓને પણ કાંટા ફૂટી નીકળતા હોય તો કેવી રાહત થાય એમ એ વિચારતી હતી, પણ આ બધી તો કાચી ઉંમરની ભૂતાવળ. પછી તો કૉલેજ અને ભણત૨, નોકરી અને આત્મનિર્ભરતા, ગમે તે સમયે ઘ૨ની બહાર પગ મૂકી શકાય એવી સ્વતંત્રતા. વાહન પણ પોતાનું એટલે સરિયામ રસ્તા પર સડસડાટ. ભયબય કશું જ નહીં. કવચ તો ફગાવી દીધું, પણ દશે દિશામાંથી ફૂંકાતા પવન ઘરમાં દાખલ થઈ જાય એટલી બારીઓ નહીં, એટલે દેહનાં આવરણ જુનવાણી જ રહ્યાં. શરીર પૂરું ઢંકાય એવાં, દેહની રેખાઓ કદીયે ઊપસી ન આવે એટલાં, ઢીલાં જ પહેરવાનાં. ટીવી પર અડધી ઉઘાડી બાઈઓ દેખાય તો એ દૂર બેઠી બેઠી પોતાનો દુપટ્ટો સરખો કરી લેતી...’ (રેશમી રજાઈમાં બાકોરું / હિમાંશી શેલત) પવન વિષે કેટલાંક શેર જોઈએ : બંધુયે પવનના ભરોસે હતું હલેસાં અને શઢ વહાણ્યા પછી (બધી બાજુએથી પ્રમાણ્યા પછી / આદિલ મન્સૂરી) ** આ વસંતે પાંચ ફૂલો, સાત સુગંધો મળી, પાનખર પાસે મુલાકાતી પવન આપે હિસાબ. (હિસાબ / હરિશ્ચંદ્ર જોશી) ** લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક, શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે? (પરિપ્રશ્ન / રાજેન્દ્ર શુક્લ)

.....વધુ વાંચો

બાળવાર્તા(3)