Famous Gujarati Sonnet on Patra | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પત્ર પર સૉનેટ

ચિટ્ઠી, કાગળ. ‘પત્ર’

શબ્દના મૂળ પાંદડાંમાં છે. કોઈ એક કાળે પાંદડાં પર લખવામાં આવતું. સંદેશાઓની આપ–લે માટે પાંદડાંઓ પર લખાણ મોકલાતા. ‘પત્ર’ અત્યંત રોચક અને જીવંત સંકેત ધરાવતો શબ્દ છે, કેમકે માણસ સંબંધનો ભૂખ્યો હોય છે અને સંદેશાઓ સંબંધનો પ્રાણ છે. સ્વજન, પ્રિયજન, પરિવાર જન, મિત્ર, અને સગાસંબંધી – આ સહુના ક્ષેમકુશળ અને જાણકારી પત્ર દ્વારા મળતી રહે છે. આજના સમયમાં પત્રના વિકલ્પે વીજાણુ માધમો ઉપલબ્ધ છે. ફોન અને ઇન્ટરનેટ સંચાલિત એકાધિક માધ્યમો હવે ઉપલબ્ધ છે, માટે હાથે લખાતા પત્રોની સંખ્યા ઘટી છે. પણ પત્રમાધ્યમ સાવ નાબૂદ નહીં થાય, કેમકે એ હાથે લખાતા હોવાથી એમાં લખનાર વ્યક્તિનો સ્પર્શ અનુભવી શકાય છે અને એ વિશેષતા આ માધ્યમને ટકાવી રાખે એમ બને. સાહિત્યમાં પત્રોનું વિવિધ રીતે મૂલ્ય છે. સાહિત્યકૃતિમાં પત્રલેખનના વળાંકો ઉપરની ટૂંકી વાર્તાની વાત કરીએ, તો કેટલીક વાર્તાઓ પત્ર તરીકે જ લખાઈ છે. આ સિવાય અનેક સાહિત્યકારોના પત્રોના સંપાદન પ્રગટ થયાં છે, જે તત્કાલીન સાહિત્યિક, સામાજિક અને લખનારની પ્રતિભા બાબત પરિચાયક નીવડે છે.

.....વધુ વાંચો