પત્ની પર પ્રતિકાવ્ય
વિવાહ બાદ સ્ત્રીને મળતો
દરજ્જો. સ્ત્રી અને પુરુષ લગ્નસંબંધમાં જોડાય ત્યારબાદ સ્ત્રી એ પુરુષની પત્ની બને છે અને પુરુષ એ સ્ત્રીનો પતિ. વિવાહ એ એક સામાજિક પ્રથા છે અને વિશ્વભરમાં ચલણમાં છે. પ્રેમ અને વિવાહ મનુષ્યના જીવનના બે અગત્યના હિસ્સા છે. કોઈક કારણોસર વ્યક્તિ પ્રેમમાં ન પડે કે નિષ્ફળ જાય, તેથી પ્રેમ પામ્યા વિનાની હોઈ શકે પણ વિવાહ તો સામાજિક પ્રથા હોવાને કારણે ભાગ્યે જ કોઈ વિવાહ વગરનું હોય છે, સિવાય કે જે–તે વ્યક્તિને વિવાહ પ્રત્યે અરુચિ હોય. આથી માણસ જીવનમાં બીજું કશું બની શકે કે ન બની શકે પણ પતિ કે પત્ની તો બની જ જતાં હોય છે. સ્ત્રી આ સંસાર અને પુરુષના જીવનમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને પુરુષ વિવાહ બાદ સ્ત્રી સંબંધિત બધી જ અપેક્ષાઓ પત્ની પાસે રાખે છે. આથી, પત્નીનું જીવન અને સાહિત્યમાં અત્યંત મહત્ત્વનું સ્થાન છે.