પતિ-પત્ની પર કરુણ પ્રશસ્તિ
વૈવાહિક સંબંધમાં સ્ત્રી–પુરુષ
એકબીજાના પતિ–પત્ની કહેવાય છે. ભારતીય પરંપરા અનુસાર પતિ–પત્નીનો સંબંધ સાત જન્મનો હોય છે એવી માન્યતા છે. આદર્શ જીવનનીતિ અનુસાર પતિ–પત્ની સદા એકબીજાને ચાહે છે અને મરણ પર્યંત એકબીજાના સુખ–દુઃખમાં સહભાગી રહે છે. જીવનનું આ પાસું સાહિત્યમાં પણ પડઘાય છે. સાહિત્યકૃતિઓમાં પતિ–પત્નીના સંબંધોને ભિન્ન પરિસ્થિતિઓના સરાણે મૂકી ચકાસવામાં આવી છે.