રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપશ્ચાતાપ પર ખંડકાવ્ય
અજાણતામાં કોઈક દ્વારા
કશુંક અણધાર્યું અને અનુચિત ઘટે પછી જે–તે વ્યક્તિને એ બાબત પસ્તાવો, ચિંતા, તણાવ, બેચેની કે રંજ થાય એ. સાહિત્યમાં પશ્ચાતાપ કથાને રસપ્રદ વળાંક આપવામાં મદદ કરે છે. જેમકે, કનૈયાલાલ મુનશીની નવલકથા ‘સ્વપ્નદ્રષ્ટા’ (૧૯૨૪) નવલકથાનો કેન્દ્રીય વિષય દેશની તત્કાલીન સ્થિતિ છે, પણ એમાં નાયિકા સુલોચના નાયક સુદર્શનને ગામડિયો ગણી અવગણે છે અને આખરે પોતાના પિતાની સમજાવટ પછી પોતાના નાયક અંગેના વિચારો બદલ પશ્ચાતાપ કરી પરણવા તૈયાર થાય છે એ કથાને રસિક સ્પર્શ આપે છે. મનુભાઈ પંચોળીની સુપ્રસિદ્ધ નવલકથા ‘દીપનિર્વાણ’(૧૯૪૪)માં પ્રતિનાયક પાત્ર સુદત પોતાના હાથે ઘડેલા શિલ્પ પોતે જ પ્રેમની ઈર્ષ્યાની આગમાં તોડી નાખે છે અને છેવટે પસ્તાય છે. કલાપીની ‘પશ્ચાતાપ’ નામે પ્રસિદ્ધ કવિતા છે, એનો અંશ : હા! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે, ઓહો! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે! માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે! (પશ્ચાત્તાપ / કલાપી) ** જયંતી દલાલની વાર્તા ‘આ ઘેર પેલે ઘેર’ની નાયિકા સવિતા પતિને બીજા લગ્નની પરવાનગી આપતાં ઘર પર હક જમાવે છે અને સમય વીતતા સમજે છે કે આમ ઘર મેળવી એણે સ્વમાન ઠેબે ચડાવ્યું છે ત્યારે પસ્તાઈને ઘર પણ છોડી દે છે. આમ, પશ્ચાતાપ વિવિધ રૂપે કૃતિ રજૂઆતમાં સ્થિત છે.