રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપાર્વતી પર અછાંદસ
ભગવાન શંકરના પત્ની.
પાર્વતી કામદેવના સંહારનું નિમિત્ત પણ છે. પ્રથમ જન્મમાં પાર્વતીના પિતાએ શંકર ભગવાનનું અપમાન કરતાં પાર્વતીએ દેહત્યાગ કર્યો. પાર્વતીના અવસાનથી શંકર ભગવાન સ્ત્રી અને સંસાર પ્રત્યે વિરક્ત થઈ ગયા. શંકર ભગવાનની આ અનાસક્ત માનસિકતાને કારણે પાર્વતી બીજા જન્મમાં શંકર ભગવાનનું ધ્યાન આકર્ષવામાં નિષ્ફળ રહ્યાં. તેથી તેમણે ભીલડીનો વેશ લઈ શૃંગારિક નૃત્ય દ્વારા શંકર ભગવાનને રીઝવ્યા. શંકર ભગવાન રીઝ્યા પણ પોતાના સ્ખલન માટે એમને કામદેવ પર ક્રોધ આવ્યો અને ત્રીજું નેત્ર ખોલી એમણે કામદેવનો સંહાર કર્યો એમ એક કથા છે. સાહિત્યમાં પાર્વતીને કાલિદાસે ‘કુમારસંભવમ્’ મહાકાવ્યમાં સુરેખ શૈલીમાં રજૂ કર્યા છે.