Famous Gujarati Sonnet on Parivar | RekhtaGujarati

પરિવાર પર સૉનેટ

કુટુંબકબીલો, વસ્તાર,

છૈયાંછોકરાં, સ્વજનનોનો સમુદાય. લોકબોલીમાં પરિવાર કેવળ કુટુંબીઓ પૂરતો મર્યાદિત અર્થ નથી, બલકે ખૂબ વિશાળ અર્થમાં પણ વપરાય છે. જેમકે, કંપની કે ફેક્ટરીના માલિક પોતાના કર્મચારીઓને ‘પરિવારના લોકો’ ગણાવતા હોય છે. આપણા પુરાણોમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની કલ્પના રજૂ થઈ છે, જેનો અર્થ થાય છે : સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. ઇન્ટરનેટ ક્રાંતિને કારણે સમગ્ર વિશ્વ એક ગામડું હોય એમ સંપર્ક વ્યવસ્થા વિકસી છે અને અંગ્રેજીમાં ‘ગ્લોબલ વિલેજ’ શબ્દ બન્યો છે. સાહિત્યમાં પરિવાર હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યો છે. ગાંધીયુગ સુધીના કવિઓ પરિવારમાં જન્મ કે મરણ પ્રસંગે અચૂક કાવ્ય લખતાં. નવલકથાની વાત કરીએ તો પહેલી નવલકથા ઐતિહાસિક હતી અને ત્યારબાદ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા(૧૮૮૭, ગોવર્ધનરામ ત્રિપાઠી)માં પારિવારિક કથાતંતુ પ્રેમ અને તત્કાલીન સમાજ–શાસનવ્યવસ્થા પરિચયના સમાંતરે ચાલે છે. આધુનિકયુગ સુધી નવલકથાઓમાં પરિવાર કેન્દ્રસ્થ રહ્યો છે. ટૂંકી વાર્તાઓ પણ પરિવારના વિવિધ પાસાંઓ આલેખતી રહી છે. યંત્રયુગના વિકાસને પગલે જીવનમાં એવા વળાંક અને પરિવર્તનો આવ્યા કે માણસ એકલપટો થયો ત્યારે ગદ્ય સાહિત્યમાં પરિવારના સમાંતરે વ્યક્તિકેન્દ્રી સાહિત્ય રચાવા માંડ્યું.

.....વધુ વાંચો