રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપરાવાસ્તવ પર અછાંદસ
પરાવાસ્તવવાદ અથવા અતિવાસ્તવવાદ
(Surrealism) ૧૯૨૪માં ફ્રાંસમાં જન્મેલો સાહિત્યિક વાદ છે, કે જેની સ્થાપના આન્દ્રે બ્રેતોં, લૂઈ આરાગોં વગેરેએ ‘દાદા’ (દાદાવાદ) જૂથથી છૂટા પડીને કરી. ચિત્રકલા, ચલચિત્રકલા, શિલ્પ અને સાહિત્ય જેવી કલાઓમાં પ્રસરેલું વીસમી સદીનું એક આત્યંતિક આંદોલન. તેના માટે ‘અતિવાસ્તવવાદ’, ‘અતિયથાર્થવાદ’ જેવા પર્યાયો પણ ગુજરાતીમાં યોજાય છે. આ આંદોલન પૅરિસથી પ્રસર્યું. સમાજ અને સંસ્કૃતિનાં સ્થાપિત મૂલ્યો સામેનો વિદ્રોહ એના પાયામાં રહેલો છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી દાદાવાદે સત્તા અને પ્રભુત્વની સામે માથું ઊંચકેલું. એમાં પ્રથમ વિશ્વયુદ્ધની અસરો સામેની પ્રતિક્રિયા છે. દાદાવાદીઓ અત્યંત નકારાત્મક અભિગમ ધરાવતા હતા. ભાંગફોડ, નકાર અને નિષેધ એમનું મુખ્ય વલણ હતું. પરાવાસ્તવવાદ એ દાદાવાદની સંવર્ધિત આવૃત્તિ કહી શકાય. સભાનતા કે આલોચના વગર ચેતનાપ્રવાહમાં આવતી કલ્પનાને યથાવત્ લખવું અન્યથા સર્જનપ્રક્રિયામાં ખલેલ પહોંચવાનો પૂરો સંભવ છે, લખ્યા બાદ મઠારવું નહીં એમ પરાવાસ્તવવાદી સમર્થકો માને છે. ગુજરાતી કવિતામાં સાતમા દાયકાની અંદર પરાવાસ્તવવાદની અસર મુખ્યત્વે સિતાંશુ યશશ્ચન્દ્રની કવિતામાં તથા અન્ય કવિઓની કવિતામાં અમુક અંશે દેખાય છે. કિશોર જાદવની વાર્તાઓ પર એની ઘેરી અસર છે.