રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપંખી પર દીર્ઘ કાવ્ય
પાંખવાળો ઊડતો જીવ એટલે
પંખી અથવા પક્ષી જેમાં મધુમાખી જેવા પાંચ સેન્ટિમીટરના જીવથી માંડી ત્રણ મીટર લાંબા શાહમૃગ જેવા જીવનો સમાવેશ થઈ જાય. પક્ષીની એક ઓળખ એ પણ છે કે એ ઈંડા મૂકે છે. મોટા ભાગના પક્ષી માળો બનાવી વૃક્ષ પર રહે છે. લોકબોલી અને સાહિત્યમાં પક્ષીને ખૂબ લાડ લડાવાયા છે. પરદેશીઓને ‘પંખી’ કહેવાય છે, કેમકે જે રીતે પંખી અચાનક ઊડી જાય છે એમ પરદેશી પણ અચાનક પોતાને ઘરે જવા અચાનક પાછા ચાલ્યા જાય છે. નિર્દોષ કે નમણી કન્યા માટે પંખીનું વિશેષણ વપરાય છે. તકનો ઉપયોગ ન થાય અને તક વેડફાઈ જાય એના માટે ‘પંખી ઊડી ગયું’ એવો વાક્યપ્રયોગ છે. દુઃખી કે અસહાય કન્યા માટે ‘ઘાયલ પંખીણી’ શબ્દપ્રયોગ છે. પ્રેમીઓ માટે ‘પ્રેમીપંખીડા’ શબ્દ ચલણમાં છે. પંખી સાથે જોડાયેલા અર્થના સંદર્ભો પાંખ અને આકાશ છે. પાંખ વ્યક્તિની પ્રતિભા, સામર્થ્ય કે કાબેલિયત માટે વપરાય છે અને આકાશ કાર્યક્ષેત્ર માટે, વિશ્વ માટે કે જે–તે વ્યક્તિએ જ્યાં પોતાની ક્ષમતા સાબિત કરવાની હોય એ ક્ષેત્ર માટે વપરાય છે.