રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપાનખર પર નઝમ
પાનખર મોસમની એક ઋતુ
છે, જેમાં જૂનાં પાંદડાં વૃક્ષ પરથી, છોડ પરથી ખરી પડે છે. આ ઋતુ માર્ચથી મે સુધી ચાલે છે. પાનખરમાં પાંદડાંઓનું ખરવું માણસ માટે ખૂબ સંવેદનશીલ દૃશ્ય છે, કેમકે વૃક્ષ અને પાંદડાં આપણા માટે જીવનના પ્રતીક છે. પાનખર જીવનમાં રહેલ પડતીનું પ્રતીક લાગે છે. સાહિત્યકૃતિઓમાં આ ભાવ પડઘાતો રહે છે. કેટલાંક કાવ્યાંશ : જીવનમાં એમ મૃત્યુની અમે ઊંડી અસર જોઈ, ખીલેલી પાનમાં રેખા, ખીલેલી પાનખર જોઈ. (પાનખર જોઈ / ચંદ્ર પરમાર) ** કેટલાંયે વર્ષોથી માત્ર ઊંઘું છું કદાચ મરી ગયો હોઈશ યાદ નથી આ સમય દરમિયાન ગેરહાજર પણ હોઉં વૃક્ષોનું ઋતુઋતુનાં ફળને પાનખર આવે નદીનાં ડહોળાયેલાં રંગીન પાણી વરસાદે ભૂંસેલી કેડીઓ (કેટલાંયે વર્ષોથી માત્ર ઊંઘું છું / નીતિન મહેતા) ** તમને જોયાં તો બગીચાની હવા બદલાઈ ગઈ, પાનખર પોતે વસંતોમાં પછી પલટાઈ ગઈ. (તમને જોયા ને / બેફામ)