પંડિત પર દીર્ઘ કાવ્ય
શાસ્ત્રોનો જ્ઞાની, વિદ્વાન,
અભ્યાસુ. લોકબોલીમાં જાણકાર કે ખૂબ ભણેલા માણસ માટે આ શબ્દ વિશેષણ તરીકે વપરાય છે. બ્રાહ્મણ માટે પણ એ એક વૈકલ્પિક સંબોધન છે. કોઈ એક ક્ષેત્રના નિષ્ણાત માટે પણ ‘પંડિત’ વિશેષણ વપરાય છે, જેમકે – બાહોશ વકીલ માટે ‘એ તો કાયદા–કાનૂનનો પંડિત છે!’ ‘પંડિત’ શબ્દ પરથી ‘પંડિતાઈ’ શબ્દ બન્યો છે, જે જ્ઞાન ડહોળનાર માટે ઉપાલંભમાં વપરાય છે. સાહિત્યમાં બ્રાહ્મણ, પૂજાપાઠ, કર્મકાંડ વિધિ, હોમહવનને લગતાં સંદર્ભમાં ‘પંડિત’ શબ્દ જોઈ શકાય છે.