Famous Gujarati Children Stories on Pandadu | RekhtaGujarati

પાંદડું પર બાળવાર્તાઓ

પર્ણ, પાન – છોડવા અને

વૃક્ષ પર ઊગતા લીલાં રંગના કોમળ પત્તા. પાંદડાંને આધારે બનેલા રૂઢિપ્રયોગ : પાંદડું ફરવું – અડચણ કે અંતરાય હટી જવું. નસીબ પલટાઈ જવું. સુખનો સમય શરૂ થવો. કરમ આડે પાંદડું હોવું – ‘પાંદડું ફરવું’ રૂઢિપ્રયોગના વિરુદ્ધ અર્થ. પાંદડું પ્રકૃતિનો મુખ્ય હિસ્સો છે અને વૃક્ષ તથા છોડ આપણી જીવનશૈલીમાં વણાઈ ગયા છે, માટે સાહિત્યમાં પણ પાંદડાં ડોકાતાં રહે છે. હરીન્દ્ર દવેનું લોકપ્રિય ગીત છે – ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.’ જોકે પાંદડાંઓ પર અઢળક લોકગીતો અને કાવ્યો છે.

.....વધુ વાંચો