પહાડ પર બાળકાવ્ય
જમીનનો ઊંચો ટેકરો, પર્વત,
ગિરિ, ડુંગર, જમીનની સપાટીથી મોટો કે ઊંચો માટી કે પથ્થરનો કુદરતી ઢગલો. બીજો અર્થ કોઈ પણ વસ્તુનો ઊંચો ઢગલો. પહાડ સાથે સંકળાયેલ અનેક રૂઢિપ્રયોગ ચલણમાં છે. જેમકે, પહાડ જેવું – યુવાન, શક્તિશાળી વ્યક્તિ. દુર્ગમ્ય. દૃઢ, અડગ, મજબૂત. ભવ્ય તેમ જ સંગીન, વિશાળ, જાજરમાન. પહાડ જેવડી ભૂલ – બહુ મોટી, ગંભીર ભૂલ. પહાડ જેવી રાત – તણાવ કે શોક ભરેલી લાંબી કે કંટાળામય રાત. પહાડ તૂટવો, તૂટી પડવો – અચાનક કોઈ ભારે મુસીબત કે સંકટ આવી પડે એ. પહાડ ઉઠાવવો – ખૂબ મોટું કામ સ્વીકારવું કે પતાવવું. સાહિત્યમાં પહાડ પહાડ તરીકે તો આવે જ છે, પણ ઉપર જોયા તેવા રૂઢિપ્રયોગ ઉપરાંત સર્જકના સામર્થ્ય અનુસાર બીજી અનેક રીતે પહાડનો કૃતિઓમાં ઉપયોગ થતો રહે છે. રતિલાલ ‘અનિલ’ ચિંતન દર્શન ચમકારા જેવા એકલવાક્યોની શૈલીમાં લખતાં, જેનું એમણે ‘ચાંદરણાં’ નામ આપ્યું હતું. એક ચાંદરણું વાંચો : ‘પ્રેમ પહાડ છે, એટલે પાસે જ જોઈ શકાતી ખીણ પણ છે.’ વધુ માહિતી માટે જુઓ : ડુંગર.