રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપડકાર પર ગઝલો
આહ્વાન, હાકલ, કે દાવો.
પડકાર સાથે નાટ્યાત્મકતા વણાયેલી છે. જ્યારે કોઈ કોઈને પડકાર આપે છે ત્યારે કશુંક વિશિષ્ઠ ઘટશે એની ઉમેદ ઊભી થાય છે. પડકાર ત્યારે જ કહેવાય જ્યારે પડકાર આપનાર કે પડકાર સ્વીકારનાર પોતાની ક્ષમતાથી વધુ કશુંક કરી બતાવવાનો દાવો કરે. આથી પડકાર કઈ રીતે પાર પડશે એ માણવું રસપ્રદ થઈ પડે છે – જીવનમાં પણ અને સાહિત્યમાં પણ. કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથ્વીવલ્લભ’માં નાયિકા મૃણાલના ભાઈ તૈલપની કેદમાં પરાધીન રાજા માલવપતિ મુંજ બંદી અવસ્થામાં પણ મૃણાલ સમક્ષ પ્રેમ પ્રસ્તાવ રજૂ કરે છે એ એક પડકાર જેવી સ્થિતિ છે, કેમકે મૃણાલ અહંકારી છે અને એ મુંજાલને પરાધીન અવસ્થામાં જોઈ ગર્વ અનુભવવા આવી હોય છે. ઝવેરચંદ મેઘાણીની ‘ચારણ કન્યા’ કવિતામાં પડકારને તમે પંક્તિએ પંક્તિએ અનુભવી શકો. દરિયાઈ સાહસકથાઓમાં પડકાર કેન્દ્રસ્થાને હોય છે.