આપણને આંખ છે તે જોવા માટે છે. જુએ છે તો બધા જ માણસો. પણ જોવા જોવામાં ફેર હોય છે. કોઈ નજરે ચડે છે માટે જ જુએ છે, તો કોઈ જે જુએ છે તે ધ્યાનથી જુએ છે અને તેનો વિચાર પણ કરે છે. ઉપરટપકે જોનારના અને ધ્યાનથી જોઈને તેનો વિચાર કરનારના જોવામાં
આજથી હજારેક વર્ષ પહેલાં ઈરાનમાં એક રાજા થઈ ગયો. તે ઘણો ભલો, ઉદાર અને પોતાની પ્રજાનાં સુખદુઃખની કાળજી રાખનારો હતો. રાત પડે એટલે રાજા છૂપા વેશે ગામમાં ફરવા નીકળતો અને પોતાની પ્રજાનાં સુખદુઃખની માહિતી જાતે મેળવતો. એક રાતે રાજા ફરતો ફરતો