રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનિ:સહાય પર ગીત
અસહાય, લાચાર સ્થિતિમાં
હોવું. આ સ્થિતિ સાહિત્યમાં બે રીતે ઉપકારક છે, એક તો નિઃસહાય સ્થિતિમાં મુકાયેલ પાત્ર વાચકની સહાનુભૂતિને યોગ્ય બની જાય, વાચક એની સાથે જોડાઈ જાય, જેમકે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો નાયક સરસ્વતીચંદ્ર કે રાધેશ્યામ શર્માની લઘુનવલ ‘ફેરો’નો પુત્ર ખોઈ બેઠેલો નાયક. બીજો ફાયદો આવી સ્થિતિમાં મુકાયેલ પાત્ર નિર્ધાર કરી જે–તે પરિસ્થિતિમાંથી બહાર આવવા, ઉપર ઉઠવા પ્રયત્ન કરી નાયકપણું સિદ્ધ કરી શકે, જેમકે ચુનીલાલ મડિયાની વાર્તા ‘અબુ મકરાણી’નો નાયક અબુ કે નવનીત સેવકની નવલકથા ‘પ્રીત ન જાણે રીત’નો ગુંડાઓ વચ્ચે ઘેરાયેલો નાયક.