Famous Gujarati Free-verse on New York | RekhtaGujarati

ન્યૂયોર્ક પર અછાંદસ

ન્યૂયૉર્ક અમેરિકાના

શહેરોમાં સૌથી મોટું શહેર છે. ન્યૂયૉર્કની મહત્તા એ અમેરિકાનું શહેર છે એના કારણે છે. ન્યૂયૉર્કની વાત એટલે અમેરિકાની વાત અને અમેરિકાનું વૈશ્વિક, આંતરરાષ્ટ્રીય, સામાજિક, આર્થિક જે કોઈ મહત્ત્વ છે એ દેશના સર્વ શહેરોને લાગુ પડે છે. હાલ અમેરિકા વિશ્વનું શક્તિશાળી રાષ્ટ્ર છે. ભારત અને અન્ય અનેક વિકાસશીલ દેશોના રાજકારણમાં અમેરિકાની દખલ એના સત્તાસ્થાનને કારણે રહે છે. આ સિવાય ભારત જેવા આર્થિક રીતે નબળા દેશના નાગરિક માટે અમેરિકા રોજગારી અને કમાણી માટે મોહિત કરનારો દેશ છે. વળી ધનિક દેશ હોવાથી ત્યાંની જાહોજલાલી અને ચમકદમક પણ આકર્ષક છે. આવા સ્થળની આપણા લોકમાનસ પર જે અસર પડે અને એ અસર લોકબોલીમાં જે રીતે પડઘાઈ શકે એ આપણી વહેવારની ભાષામાં પડઘાય છે. સાહિત્યમાં જ્યારે કોઈ પાત્ર અમેરિકા જાય કે પછી અન્ય કોઈ રીતે અમેરિકાનો સંદર્ભ આવે ત્યારે ન્યૂયૉર્કનો ઉલ્લેખ થવાની શક્યતા વધુ. કવિતાની વાત કરીએ તો વિદેશમાં વસીને પણ ગુજરાતીમાં કવિતા લખતા રહેલા કવિઓમાંથી ઘણાં કવિ ન્યૂયૉર્ક સ્થાયી થયાં છે. માટે ડાયસ્પોરા કવિઓમાં ન્યૂયૉર્કના કવિ વધુ છે. ઉપરાંત પ્રવાસ અનુભવ તરીકે લખાયેલી કવિતાઓમાં અનેક કવિઓએ ન્યૂયૉર્ક પર કવિતાઓ લખી છે. એક કવિતાનો અંશ : ન્યૂયોર્ક, ઓ ન્યૂયોર્ક, ઓ ન્યૂયોર્ક, ન્યૂયોર્ક! બાટલ ઑફ સ્કોચ, કૉનિયાગ્ ઍન્ડ ગ્રીક, મારિટની ડ્રાઈ – (અહીં જરા ઊંચે સ્વરે હવેની લીટી બોલો.) વિથ આઈસ ઈફ યુ ટ્રાઈ; વિથ મેક્સિન રમ, ઍન્ડ બૂરબોન ઑન રૉક, લાખ લાખ એ બોટલના ઊઘડતા કૉર્ક, ક્યાં ઇંગ્લેંડનું સોસ નાનકડું અસલનું યોર્ક! (ઓ ન્યુયોર્ક / ચંદ્રવદન મહેતા)

.....વધુ વાંચો