Famous Gujarati Dirgh Kavya on Navparinit | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નવપરિણીત પર દીર્ઘ કાવ્ય

નવપરણિત એટલે નવા સંસાર,

નવા પરિવારની દિશામાં પ્રથમ પગલું. પ્રણયની સાચા અર્થમાં શરૂઆત. વિવાહ કરનાર સામાજિક રીતિરિવાજથી જોડાયેલ એકબીજાથી અપરિચિત જોડું હોય કે પ્રેમીયુગલની પ્રણયની કસોટી પણ પરણ્યા પછી જ થતી હોય છે. પ્રેમીઓ સાથે રહેવાના સપનાં જોતાં હોય છે, જ્યારે વિવાહ એ વાસ્તવમાં સાથે રહેવું એ છે. સાહિત્યની વાત કરીએ તો નવપરણિત યુગલના સભ્યોની એકબીજા અને વૈવાહિક જીવન પાસે અનેક અપેક્ષાઓ હોય છે. એ અપેક્ષાઓ કેવી અને કેટલી પૂરી થાય છે એમાં પ્રણય, પ્રતિક્ષા, ઈર્ષ્યા, શૃંગાર જેવા કથાના અનેક તત્ત્વ સમાયેલા છે. દાખલા તરીકે ‘ચમનની વહુ’ (ઝવેરચંદ મેઘાણી), ખોલકી (સુંદરમ્) અને પીટીસી થયેલી વહુ (મણિલાલ હ. પટેલ). ‘નવપરણિત’ સંજ્ઞા એક ટૂંકા સમયગાળાને આવરે છે. માટે નવલકથાઓમાં મુખ્ય વસ્તુ નહીં બલકે અંશ તરીકે હોય છે.

.....વધુ વાંચો

દીર્ઘ કાવ્ય(1)