Famous Gujarati Free-verse on Nasib | RekhtaGujarati

નસીબ પર અછાંદસ

નસીબ એટલે ભાગ્ય અથવા

નિયતિ. પણ વધુ ઊંડાણમાં આ શબ્દ તપાસીએ તો એ કોઈ નક્કર બાબતની સંજ્ઞા નથી. બલકે ચોક્કસ પ્રકારે ભૂતકાળમાં ઘટી ચૂકેલી ઘટનાની સંજ્ઞા છે. કોઈ પણ અંતિમવાદી ઘટના ઘટે છે ત્યારે એને નસીબનું નામ આપી દેવાય છે. અમીર માણસ નાદારી નોંધાવાની સ્થિતિમાં આવી જાય કે પછી કોઈ રંક અચાનક લૉટરી લાગતાં રાજા બની જાય તો એને ‘નસીબ ફરી ગયું’ કહેવાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ સંજ્ઞા માત્ર ગરીબમાંથી અમીર થવાને બદલે કે માત્ર અમીરમાંથી ગરીબ થવાને બદલે નથી વપરાતી, પણ સ્થિતિમાં અંતિમવાદી પરિવર્તન આવવાથી આ સંજ્ઞા લાગુ પડી જાય છે. વળી, આ સંજ્ઞા ઘટના ઘટ્યા બાદ લાગુ પડે છે. એક રીતે નસીબ એ સ્થિતિનું પરિવર્તન સૂચક સંજ્ઞા છે. એવી કોઈ પણ ઘટના કે બાબત જેની કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ પર મોટા ફલક પર અસર પાડે એને નસીબની બલિહારી કહેવાય. સાહિત્યમાં જે પણ તત્ત્વ મોટા ફલક પર અસર પાડે એનું સ્થાન સવિશેષ હોવાનું જ.

.....વધુ વાંચો