Famous Gujarati Geet on Narsinh Mehta | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નરસિંહ મહેતા પર ગીત

નરસિંહ મહેતા પાંચસો

વર્ષ પૂર્વે – પંદરમી સદીમાં થઈ ગયા. એમની જીવનકથા ટૂંકમાં જોઈએ તો ઓછું ભણેલા નરસિંહ મહેતા પરણીને ભાઈ–ભાભીથી સ્વતંત્ર રહેવા માંડ્યા. એક પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા. પુત્રના વિવાહ કરાવ્યા અને પુત્રીના વિવાહ કરાવે એ અગાઉ પુત્ર અને પત્નીનું અવસાન થયું. ભજન અને કૃષ્ણપ્રીતિ તરફ ઢળેલા નરસિંહ મહેતા પુત્ર અને પત્નીને ખોઈ વૈરાગ્ય તરફ વળી ગયા. એમના ભજનોના મુખ્ય બે ભાગ પડી શકે છે – એક તો કૃષ્ણપ્રીતિ કે કૃષ્ણલીલાના પદ અને બીજા તત્ત્વજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના પદ. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’ કહેવાય છે. પણ નરસિંહ મહેતાએ લખેલા પદની ભાષા આજે ચલણમાં છે એ ગુજરાતી ભાષા નહોતી. વાસ્તવમાં નરસિંહ મહેતાના પદોની જૂનામાં જૂની હસ્તપ્રત છેક ૧૬૧૨માં લખાયેલી છે. દેખીતું છે કે એ સમય સુધી નરસિંહ મહેતાના પદ મુખ પરંપરાથી સચવાતાં રહ્યાં અને છેક ૧૬૧૨માં ગ્રંથસ્થ થયા. આમ, મુખોન્મુખ માધ્યમને કારણે બદલાતી બોલી–ભાષામાં એમના પદ ભાષાકર્મથી બદલાતાં રહ્યાં. આજની બોલાતી ગુજરાતી સુધી પહોંચ્યાં. નરસિંહ મહેતાના પદોમાં રસ અને તત્ત્વજ્ઞાન એ બંને અંતિમ મળે છે. આથી, નિશંકપણે તેઓ ‘આદિકવિ’ના બિરુદ માટે ઉચિત કવિ છે.

.....વધુ વાંચો