રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનમન પર છંદોબદ્ધ કાવ્ય
વડીલોને, મહાનુભાવોને,
માનનીય વ્યક્તિને આદરથી, સ્નેહથી કરાતા વંદનને ‘નમન’ કહીએ છીએ. નમવું એ નમ્રતા અને સામેવાળાની ઉચ્ચતા સ્વીકારવાની નિશાની છે. નમન કરવું એ જો નમ્રતા છે તો નમન ઇચ્છવું એ અહંકાર છે. નમનથી ફુલાઈ જવું એ મિથ્યાભિમાન છે. આમ, નમન સાથે માનવીય સ્વભાવના લાક્ષણિક પાસાંઓ સંકળાયેલા છે જે વ્યવહાર અને સાહિત્યમાં વણાતાં રહે છે. સમાધાન કરી સાચવી લેવા માટે ‘નમીને ચાલવું’ જેવો શબ્દપ્રયોગ છે. ‘નમે એ સહુને ગમે’ જેવી કહેવત છે. હઠાગ્રહી માટે ‘નમતું ન જોખનાર’ જેવો રૂઢિપ્રયોગ છે. આ રૂઢિપ્રયોગમાં નમવા પરથી ત્રાજવું નમતું રાખવા સુધીનો સંકેત વિસ્તાર છે.