Famous Gujarati Metrical Poem on Naitik Updesh | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નૈતિક ઉપદેશ પર છંદોબદ્ધ કાવ્ય

નૈતિક ઉપદેશ એટલે નીતિ

વિષયક ઉપદેશ. નીતિ એટલે આદર્શ, જીવનમાં હોવો જોઈતો વિવેકપૂર્ણ વ્યવહાર. આ નીતિ કોણ નક્કી કરે છે? ભદ્ર અને પ્રામાણિક વ્યવહારના અમુક ધોરણો સંસ્કાર, રૂઢિ, પરંપરા અને વિચાર–વિસ્તારથી નક્કી થયા છે, જેમાં સર્વનું હિત અને માંગલ્ય લક્ષમાં રાખી નૈતિકતાના માપદંડ આપણા પૂર્વસૂરીઓએ નક્કી કર્યા છે. અમુક નીતિ શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથોથી પ્રેરિત છે તો અમુક નીતિ ઉચ્ચ સાહિત્ય કે આદર્શ વ્યવહાર કરતાં મહાનુભાવોના જીવનથી પ્રેરિત છે. આ નીતિ બાબત સમજૂતી આપવું એ ‘નૈતિક ઉપદેશ’ કહી શકાય. બાળકો માટેની પંચતંત્રની વાર્તાઓ બાળકોને નૈતિક ઉપદેશ મળે એ ઉદેશ્યથી લખાઈ છે. નૈતિક ઉપદેશ ખરું જોતાં બિનસાહિત્યિક છે. કેમકે કેવળ નૈતિક નહીં, પણ કોઈ પણ પ્રકારનો ઉપદેશ સાહિત્ય માટે રસભંગ કરનાર તત્ત્વ છે. સાહિત્ય કળાનું અંગ છે. કળાનો સિદ્ધાંત પરોક્ષપણે વાત રજૂ કરવામાં સધાય છે. બલકે પરોક્ષ રજૂઆતને જ કળા કહે છે. જે વાત સીધી સીધી કરવામાં આવે એ કળા નથી. જ્યારે કોઈ કૃતિમાં નૈતિક કે ધાર્મિક, સામાજિક કે અન્ય કોઈ પણ પ્રકારનો ઉપદેશ સ્પષ્ટપણે જણાતો હોય તો એ બાબતની એ કૃતિની નબળાઈ તરીકે ટીકા થાય છે.

.....વધુ વાંચો

છંદોબદ્ધ કાવ્ય(1)