રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનગરકવિતા પર અછાંદસ
નગર એટલે કે શહેરમાં
લોકોએ જુદી રીતે, ગામડાંની જીવનશૈલી કરતાં સાવ અલગ રીતે જીવવાનું હોય છે. કવિતા માણસના સંવેદનને વાચા આપે છે અને સંવેદન જીવાતા જીવન સાથે નીપજતું હોય છે. શહેરમાં કુકડાની બાંગથી સવાર નથી પડતી, બલકે દૂધવાળો ડોરબેલ દબાવે એનાથી પડતી હોય છે. ગ્રામ્ય વાતાવરણમાં ઉજાગરો કરતી વ્યક્તિ આકાશમાં ચંદ્ર કે તારાઓ જોઈ રાત વીતાવે છે, જ્યારે શહેરમાં પ્રદૂષણને કારણે આકાશ સ્વચ્છ ન હોવાથી એવું કશું દેખાય નહીં. ગ્રામ્યજીવનમાં લોકગીત અને કહેવતો વણાઈ ગયા છે, જ્યારે નગરસંસ્કૃતિ ટ્રાફિક, ભીડ, વ્યવસાયની નાસદોડ અને અપરિચિતો સાથે ઔપચારિક સંવાદથી બની છે. માણસના સંવેદનના નિમિત્ત જ જુદાં પડી જાય છે માટે નગરકવિતાઓ પણ એક જુદી ઓળખ અને જુદાં અનુભવ રજૂ કરે છે. થોડા ઉદાહરણ : તોપના ગોળાની જેમ ઝીંકાઈ મકાનોની દીવાલ નષ્ટ કરનાર સાગરના મોજાંની સાક્ષીએ મેં એક ઇમારતની નીવ નાખી છે. (‘માટી કે ઘાટ’ કાવ્યનો અંશ / હરીન્દ્ર દવે) ૦૦૦ દોરી લોટો (ને) દાબડી કીધ અમે લિલામ વધેરી શિર સામટું ખરીદ્યું મુંબઈ ગામ (દુહા- મુંબઈ ગામના / પ્રાણજીવન મહેતા) ૦૦૦ તેં તો ફિલ્માવી દીધો આખરનો એપિસોડ પણ હું અહીં પ્રત્યેક દી, હપ્તાની માફક જોઉં છું (ગઝલ / વિવેક કાણે ‘સહજ’)