માખણલાલ મુનીમ માંદા પડ્યા હતા. એટલે પૂનમચંદ શેઠની દુકાને આવતા નહોતા. શેઠ એમની ખબર કાઢી આવ્યા અને આઠદશ દિવસ આરામ કરવાનો હુક્મ પણ આપી આવ્યા. અજવાળી શેઠાણીએ અડવાને કહ્યું : “તું પણ એક વાર મુનીમની ખબર કાઢી આવ ને! એમને બિચારાને સારું લાગે.”