રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. રાધનપુર નામે એક નાનું રાજ્ય હતું. તેની પાસે એક નાનું જંગલ હતું. જંગલમાં કચુ નામે કાચબો રહે. આ કચુને એક કાબર સાથે દોસ્તી હતી. એ કાબરનું નામ કવલી હતું. આપણે જે જમાનાની વાત કરીએ છીએ તે જમાનામાં કાચબાને પીઠ પર ઢાલ ન હતી.
માન્યામાં ન આવે એવી વાત છે. એક વખત ઉંદર અને બિલાડી વચ્ચે દોસ્તી થઈ ગઈ. બે કટ્ટા વેરી દેશ પણ એકબીજાના મિત્ર બની શકે તો ઉંદર-બિલાડી વચ્ચે સંબંધ કેમ ન થાય? વાત એમ બની કે બેસતા વર્ષને દિવસે બિલાડીબાઈ દર્શન કરવા નીકળ્યાં. એક ખૂણામાંથી ઉંદરે તેમને સાલ