એક ગામ હતું, મજાનું. બોરાંભરેલી મુઠ્ઠી જેવડું ગામ. ગામના પાદરે ટેકરો. ઊંટનાં ઢેકા જેવા ટેકરા પર નાનકડી દેરી અને આજુબાજુ ઊભેલાં નાનાં-મોટાં વૃક્ષોની ઝાડી હતી. ટેકરાની નીચે તળેટીમાં નાનકડી નિશાળ હતી.
બહુ જૂના જમાનાની વાત છે. એ વાત મને મારા દાદાએ કરેલી. મારા દાદાને તેમના દાદાએ કરેલી. એવી જૂની વાત છે. એ વાત જે વખતે બની તે વખતે આ ધરતી ઉપર બધાં જાનવર સંપીને રહેતાં. એકેએક જાનવર : વાઘ, સિંહ, હાથી,