કુરુક્ષેત્ર પર ગઝલો
હરિયાણા રાજ્યમાં આવેલું
એક પ્રાચીન શહેર. આ શહેરના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું. મહાભારતનાં યુદ્ધનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે અને મહાભારતનું યુદ્ધ સામાન્ય યુદ્ધની જેમ કેવળ રાજકીય નહોતું બલકે સામાજિક, વ્યક્તિગત અને ઘણા અંશે માનસિક સ્તરે પણ હતું. આથી લોકમાનસ અને લોકબોલીમાં કુરુક્ષેત્ર સંજ્ઞા અનેક રીતે અર્થ ધરાવે છે. કોઈ પણ અસામાન્ય કે વિશિષ્ટ સંઘર્ષને કુરુક્ષેત્રનું વિશેષણ અપાય છે. કુરુક્ષેત્ર કેવળ કોઈ એક સ્થળનું નામ ન રહેતાં ‘મહાભારતનાં યુદ્ધમેદાન’ તરીકે વધુ જાણીતું છે.