રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોક્ષમા પર અછાંદસ
અધિકાર, સત્તા કે સામર્થ્ય
હોવા છતાં કોઈકના અનુચિત કે અયોગ્ય વ્યવહાર બદલ શિક્ષા ન કરવી કે કોઈ પણ પગલાં ન લેવા. ક્ષમા એક હકારાત્મક અને સંવેદનશીલ તત્ત્વ હોવા છતાં ક્ષમાના અનુસંધાનમાં હકારાત્મક ન હોય એવા વિષયવસ્તુવાળી અનેક કલ્પનાઓ સાહિત્યમાં રજુ થઈ છે. અમેરિકન લેખક ડેન બ્રાઉનની વિશ્વ વિખ્યાત નવલકથા ‘દ વિન્ચી કોડ’માં એક અવતરણ છે કે, ‘માણસ અપમાન સહન કરી શકે છે પણ ઉપકાર એના માટે અસહ્ય થઈ પડે છે...’ માનવમનની આ વિચિત્ર વક્રતા છે કે ઉપકાર એને સતત એની કમજોરીની, લઘુતાની લાગણી આપે છે જે એને ઉપકાર કરનાર પ્રત્યે દુષ્કૃત્ય કરવા સુધી દોરી જઈ શકે. ક્ષમા આપવું એ પણ ઉપકારનો એક પ્રકાર છે અને ક્ષમા મેળવનારને દગો આપનાર કથાનકો વાર્તાઓ અને નવલકથાઓમાં મળી આવે છે જેની પાછળ ઉક્ત માનસ હોઈ શકે..