એક દિવસ બકોર પટેલે ઘરમાં કામ કાઢ્યું. બારીઓના પડદા બનાવવાના હતા. ખુરશીઓ ઢીલી થઈ ગઈ હતી, તેને ઠીકઠાક કરાવવાની હતી. અને કબાટનાં મિજાગરાં પણ ઢીલાં થઈ ગયાં હતાં, તે પણ પાછાં મજબૂત કરાવવાનાં હતાં. આ કામ માટે સુથારને બોલાવવો પડે અને વળી દરજીને