Famous Gujarati Children Stories on Khedut | RekhtaGujarati

ખેડૂત પર બાળવાર્તાઓ

ખેતી કરે તે ખેડૂત. ખેડૂત

બે પ્રકારના હોય છે. ઘરગથ્થુ વપરાશ માટે અનાજ પકવતા નાના ખેડૂત જેમની પાસે ઓછી જમીન હોય છે. મોટા ખેડૂત એ છે જેમની પાસે વધુ જમીન હોય છે અને તેઓ વ્યવસાય તરીકે ખેતી કરી શકે છે. પશુપાલન ખેતી સાથે સંકળાયેલ પ્રવૃત્તિ છે, ખેતી માટે પૂરક છે. પન્નાલાલ પટેલની નવલકથાઓ અને ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓના મોટાભાગના પાત્ર ખેડૂત છે. રાવજી પટેલની અધૂરી નવલકથા ‘વૃત્તિ’નો ખેડૂત નાયક શેઢે પાકેલી તુવેરના દાણા ફંફોસી હતાશાથી બબડે છે કે ‘એકે દાણામાં કસ નથી...’ કૃતિમાં સમાંતરે એ ખેડૂતના અક્કરમી પુત્રો વિશે પણ વાત થઈ રહી છે. અહીં દાણાઓમાં કસ ન હોવું એ પુત્રોની અકર્મકતા સૂચવે છે. ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘બૂરાઈના દ્વારેથી’માં ફળની ખેતી, વેચાણ અને નીતિ બાબત રસપ્રદ વાતો છે. એ પ્રમાણે ખેતી, પાક, ખેડૂત અને ખેતરના વિવિધ સંદર્ભે સૂચક ઉપયોગ થતાં હોય છે. ગાંધીયુગના અને કેટલાક અનુગાંધીયુગના સાહિત્યકારોની કૃતિઓમાં જેમકે રઘુવીર ચૌધરી, નાનાભાઈ હ. જેબલિયા, રામચંદ્ર પટેલ અને જોસેફ મેકવાનના સાહિત્યમાં ખેડૂતોની વાતો વણાઈ છે.

.....વધુ વાંચો

બાળવાર્તા(5)