ખલાસી પર ગીત
નાવિક, હોડી કે વહાણ
ચલાવનાર, ખારવો. રામાયણના કેવટ નામના નાવિકના પાત્રે ભક્તિના સંદર્ભમાં હોડી ચલાવનારને સ્થાન અપાવ્યું છે. ખલાસીનો સંબંધ મોટા વહાણ અને માટે દરિયાઈ સફર સાથે છે. ગુણવંતરાય આચાર્યની મોટાભાગની નવલકથાઓ દરિયાઈ વિષયની છે અને એમના મોટા ભાગના મુખ્ય પાત્ર ખલાસીઓ છે. દરિયાની સાથે સંકળાયેલ સાહસ, તોફાન, લાંબી મુસાફરી, ચાંચિયાઓનો હુમલો, જળ અકસ્માત ઇત્યાદિ ખલાસી સાથે જોડાયેલા સંદર્ભસાહિત્યમાં મળી આવે.