રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકવિતા પર બાળવાર્તાઓ
સાહિત્યનું એક સ્વરૂપ
જે સૌંદર્યલક્ષી અને બહુધા લયબદ્ધ પદ્ધતિએ ભાષાનો ઉપયોગ કરી વાચ્યાર્થ અને અથવા લાક્ષણિક વિધાન કરે છે. ગુજરાતી ભાષાના મૂળિયાં સંસ્કૃતમાં છે અને સંસ્કૃતમાં રચાયેલ સાહિત્ય શ્લોકના સ્વરૂપમાં રહેતું, જેના બંધારણમાં જ માત્રામેળનું સંતુલન છે. શ્લોક અને છંદબદ્ધ કાવ્યોમાં માત્રામેળ એક સામાન્ય તત્ત્વ છે. આપણું પૌરાણિક સાહિત્ય, મહાભારત અને રામાયણ મહાકાવ્ય તરીકે જ છે. પૌરાણિક સાહિત્ય બાદ કાળજયી રહેલ અતીતનું સાહિત્ય ઈસવીસનના ચોથા કે પાંચમાં સૈકામાં થઈ ગયેલા કાલિદાસના નામે બોલાય છે, જેમણે કુમારસંભવમ્, રઘુવંશમ્ જેવા મહાકાવ્ય અને શકુંતલા, મેઘદૂત જેવા નાટકો સંસ્કૃત ભાષામાં લખ્યા છે. કાલિદાસના સમકાલીન કે ત્યાર બાદના પ્રસિદ્ધ રચનકારો જેમકે હરિસેન, અમરસિંહ, બાણભટ્ટ, ભારવી, ભવભૂતિ કે પછી પ્રાકૃત ભાષાના પ્રથમ રચનાકાર શૂદ્રક કવિઓ હતા. સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી એક સ્વતંત્ર ભાષા બની એ પ્રક્રિયામાં સંસ્કૃતમાંથી અપભ્રંશ અવસ્થામાંથી પસાર થઈ અને એ ગાળાના આદિ સાહિત્યકાર હેમચંદ્રાચાર્ય છે જેમણે ‘દ્વયાશ્રય મહાકાવ્ય’ની રચનામાં પોતાના આશ્રયદાતા રાજાઓ સિદ્ધરાજ અને કુમારપાળના ચૌલુક્યવંશની કીર્તિગાથા વર્ણવી છે, જ્યારે પ્રાકૃત દ્વ્યાશ્રય ‘કુમારપાલચરિત’ નામથી વિશેષ પ્રચલિત છે કે જે ૮ સર્ગ અને કુલ ૭૪૭ ગાથાઓ ધરાવે છે. ગ્રંથનો મૂળભૂત હેતુ વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો પૂરાં પાડવાનો રહ્યો છે. એ સમયની કાવ્યરચનાઓ ઐતિહાસિક કે કાલ્પનિક વીરગાથાયો કે પ્રલંબ પ્રણયકથાઓ પર આધારિત રહેતી જેના પરથી પછી નાટકો રચાતા. સમય વીતતા કાવ્યના વિષયોમાં રાજાઓ, ઇતિહાસ કે સુખદ-દુઃખદ મહાકથાઓ સિવાયના વિષયો પણ આવવા માંડ્યા. વિશ્વમાં વિજ્ઞાનના આવિષ્કાર અને વિકાસને પગલે જનજીવન પર વિશાળ અસર પડી અને જીવન પર પડેલી અસર કાવ્યોમાં પ્રતિબિંબિત થાય એ સહજ છે. આથી કવિઓ મહાન કથાવસ્તુ સિવાય પણ કવિતા લખવા માંડ્યા અને સામાન્ય માણસની સ્થિતિ અને સંવેદના કાવ્યના વિષય બન્યાં.
બાળવાર્તા(3)
-
મુંબઈની કીડી
છે ને એક મુંબઈની કીડી હતી. આ કીડી છે ને એક કવિના બુશકોટના ગજવામાં બેઠી હતી. કવિ છે ને મોટરમાં બેઠા હતા. મોટર છે ને, જંગલમાંથી પસાર થતી હતી. કવિ છે ને ‘કીડી’ પર કવિતા લખતા હતા અને મોટેથી ગણગણતા હતા. મુંબઈની કીડી છે ને ગજવાની બહાર આવીને સાંભળતી