Famous Gujarati Metrical Poem on kavi | RekhtaGujarati

કવિ પર છંદોબદ્ધ કાવ્ય

આ એક સાહિત્યિક સંજ્ઞા

છે. સાહિત્ય રચવાના પ્રમુખ બે પ્રકાર છે : ગદ્ય અને પદ્ય. પદ્ય રચનારને ‘કવિ’ કહેવાય છે. પદ્યરચના શબ્દો અને ભાવનાના લય-બંધારણ અનુસાર લખાતી હોય છે. કવિઓ સાહિત્યના પ્રાથમિક સર્જકો છે, કેમકે સાહિત્યની શરૂઆત કાવ્યરચનાથી થઈ હતી. ત્યારબાદ નાટ્યલેખન અને ઘણા અરસા બાદ કથાસર્જન થયું. કવિ સરેરાશ લોકોની તુલનામાં વધુ સંવેદનશીલ ગણાય છે, કારણ કે એ પોતાની લાગણીઓને, અનુભવેલા સંવેદનને ભાષાના માધ્યમથી વ્યક્ત કરી શકે છે. માત્ર કવિ જ નહીં, કલાકાર પોતાની વાત ભાષા કે ચિત્ર, શિલ્પ, ગીત, સંગીત કે અન્ય કોઈ માધ્યમથી રજુ કરી શકે છે માટે તે સામાન્ય માણસ કરતાં વધુ સંવેદનશીલ ગણાય છે.

.....વધુ વાંચો