કવિ વિશે કવિતા પર સૉનેટ
કવિ કવિતાનો વિષય જુદા
જુદા કારણોથી બની શકે. બન્યા છે. મોટા ભાગે કોઈ કવિનું અવસાન થતાં જે તે કવિના સમકાલીન કવિમિત્રો સ્મૃતિ–અંજલિરૂપે કાવ્ય લખતા હોય છે. એ સિવાય કવિ જીવંત હોય અને અન્ય કવિમિત્રો મૈત્રીભાવે કાવ્ય લખે એમ પણ બન્યું છે. ઉપરાંત, વિવાદ કે દલીલોના વિકલ્પે કવિવિશેષને કેન્દ્રમાં રાખી કાવ્ય લખ્યાના દાખલા પણ છે. ઉદાહરણ તરીકે દલપતરામ અને નર્મદે અપરોક્ષ રીતે એકમેકનેને સંબોધી કાવ્ય લખ્યા છે.