રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકટાક્ષ કાવ્ય પર અછાંદસ
કાવ્ય રચનામાં રજૂ થયેલ
કટાક્ષ, વ્યંગ્ય. બીજો અર્થ છે કોઈ કાવ્યના બંધારણમાં જે–તે કાવ્ય પર લખાયેલ કટાક્ષ અથવા વ્યંગ્ય. કટાક્ષ કાવ્યનો વિષય માનવજીવનના વિવિધ પાસાં અથવા કોઈ ચોક્કસ કાવ્ય હોઈ શકે. જેમકે રાવજી પટેલની ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ એકાધિક નિશાન તાકતી કટાક્ષ કાવ્યરચના છે. તો નિર્મિશ ઠાકરે આદિલ મન્સૂરીની પ્રખ્યાત રચના ‘નદીની રેતમાં રમતું આ નગર મળે ન મળે’ની પ્રતિરચના સુરતી બોલીમાં રચી છે તે જુઓ, આ પણ કટાક્ષ કાવ્ય છે : નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે, ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે. અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર, પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.