ઉનાળાનો દિવસ. અકબર બાદશાહ બેઠા હતા. પંખાવાળો પંખો ખેંચતો હતો. પંખો એવી જાતનો હતો કે બારણા આગળ બેઠો બેઠો પંખાવાન દોરી ખેંચે એટલે બાદશાહની ઉપરનો પંખો હાલે. એક બાજુથી બીજી બાજુ જાય. બાદશાહને હવા આવે.