રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકન્યાવિદાય પર ગીત
વિવાહ બાદ પરિણીત યુવતીને
પિયરેથી સાસરે વળવવાની પ્રક્રિયા. લગ્ન એ માનવજીવનનું એક મહત્ત્વનું પાસું છે, માટે સાહિત્યકૃતિઓ, લોકગીતો, લોકકથાઓમાં કન્યાવિદાય હોવાના જ. ‘પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે દેશ રે...’ લોકગીતથી માંડીને અનિલ જોશીની વિખ્યાત રચના ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે...’ સુધી કન્યાવિદાય મળી આવે. કન્યાવિદાય સાથે સંકળાયેલા આનંદ-ઉલ્લાસથી માંડીને પુત્રીવિયોગના દર્દ પર્યંતના વિવિધ ભાવ કથા અને કવિતાના વિષય રહ્યા છે.