રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકંકુ પર અછાંદસ
ચાંલ્લા વગેરેમાં વપરાતું
લાલ દ્રવ્ય, કુંકુમ. હિન્દુ ધર્મ અને રીતિરિવાજોમાં કંકુ કે સિંદૂર અને હળદરને પવિત્ર ગણવામાં આવે છે. લગ્નથી માંડીને પૂજા સુધી એનો ઉપયોગ શુભ પ્રસંગે કરવામાં આવે છે. સાહિત્યકૃતિઓમાં વિવાહ, સગાઈ, યુદ્ધ માટે રવાનગી વેળાના તિલક, યુદ્ધવિજયના વધામણાં, આતિથ્યસત્કાર, મરણ સંબંધિત વિધિના ભાગરૂપે એમ વિવિધ રૂપે ચાંલ્લા, તિલક સાથે કંકુ સંકળાયેલું છે. ‘કંકુ છાંટી કંકોતરી મોકલો...’ જેવા વિવાહ સંબંધિત લોકગીતથી માંડીને ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...’ જેવી રાવજી પટેલની પ્રસિદ્ધ રચનામાં કંકુ વ્યાપ્ત છે.