કાગડો પર બાળવાર્તાઓ
એક એવું પક્ષી જે માનવવસ્તી
સાથે રહેવા ટેવાયું છે. મૃત પૂર્વજ કાગડના રૂપમાં ખાવા આવે છે એવી લોકમાન્યતા છે. કાગડાનું આંગણે આવી બોલવું અતિથિ આવશે એવી સૂચના માનવી પણ માન્યતા છે. ઉપરાંત, કાગડો ચાડી-ચુગલી કરનાર વ્યક્તિ માટે ઉપલંભમાં કહેવાય છે. ‘કાગડો મરી ગયો’ એ રમેશ પારેખની પ્રસિદ્ધ કવિતા સમાજના વિવિધ પાસાંઓ પર કટાક્ષ કરે છે.
બાળવાર્તા(23)
-
ઘુવડ, કાગડો અને કોયલ
લીમડાના ઝાડની એક નીચી ડાળી ઉપર એક ઘુવડ આરામથી બેઠું હતું. એટલામાં કયાંકથી એક છોકરો આવ્યો. એણે નજીકમાં કાદવ હતો એમાં જોરથી એક પથ્થર માર્યો. જમીન ભીની હતી. આજુબાજુ પાણી પણ હતું.
-
કજિયાળો કાગડો
શિવમના ઘર આગળ લીમડો. સવાર પડે ને ભરાય પંખીઓનો મેળો. બધાં પંખીઓ મસ્તીથી ગીતો ગાય, જ્યારે કાગડાભાઈને ઉપડે લ્હાય. કોને હેરાન કરું? કોને ચાંચ મારું? કોનો ખોરાક ઝૂંટવું? એને તો ગમે કા...કા...કા... કરવાનું ને સહુને હેરાન કરવાનું. શિવમને તો આવું જરાય
-
હાથીભાઈની યુક્તિ
એક હતો સિંહ. તમને તો ખબર છે ને કે રોજ-રોજ એક-એક પશુ સિંહનો ખોરાક બનીને તેની પાસે જતું હતું. તેમાં એક વખત સસલાનો વારો આવેલો અને તેણે ચતુરાઈ કરીને સિંહને કૂવામાં નાખી દીધેલો. અને ત્યારે જંગલમાં સૌને હાશ થઈ ગયેલી. તમને ખબર છે ને આ ચતુર સસલાની
-
હંસ અને કાગડો
ગંગાનદીને કાંઠે એક મોટો વડલો અને વડલાની ઉપર પંખીઓની એક મોટી વસાહત. પૂર્વ દિશામાં પ્રભાત ફૂટ્યું. આખી રાતનો મૂંગો વડલો કેમ જાણે આળસ મરડી ઊભો થયો ને તેને વાચા ફૂટી! ભાગીરથીનાં ધીરગંભીર નીર ખળખળ ખળખળ વહેતાં હતાં. એવામાં
-
કાગડા અંકલ મમરાવાળા
એક કાગડો એક દુકાન પાસે રોજ આવે. દુકાનની બહાર મમરા વેરાયા હોય તે વીણી વીણીને ખાય. એ તો રોજ આવે ને મમરા ખાય. એક દિવસ આવતાં મોડું થયું. રસ્તો વાળનારે રસ્તો બરાબર વાળી નાખ્યો હતો. કાગડાએ આમતેમ બધે શોધ
-
જાદુ
જગતપુરના જંગલમાં જાંબુડીનું એક ઝાડ હતું. એ ઝાડમાં જલારામ નામે એક સફેદ પોપટ રહેતો હતો અને જમાલ નામે એક સફેદ કાગડો રહેતો હતો. જલારામ અને જમાલની સફેદ દૂધ જેવી જોડી જામતી હતી. જુવારના સફેદ દાણા ખાઈને જમાલ અને જલારામ જલસા કરતા હતા.
-
રતન ખિસકોલી
રતન ખિસકોલી બહુ મહેનતુ. આખો દિવસ કંઈ ને કંઈ કામ કર્યા જ કરે. બેસી રહેવાનું તો એને બિલકુલ ગમે નહિ. વળી, એને ખબર કે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખાવાનું મળે કે ના મળે એ નક્કી નહીં એટલે પહેલેથી જ ખાવાનું બરોબર ભેગું કર્યું હોય તો ચોમાસામાં
-
કહો જોઈએ : કોણ ચતુર?
એક હતા કાગડાભાઈ. એમણે એક પૂરી મેળવી. એક ચતુર શિયાળભાઈએ એમના કંઠનાં વખાણ કરીને એ પૂરી તો પડાવી લીધી. ફૂલણજી કાગડાભાઈની ચાંચ તો ખુલ્લી જ રહી ગઈ! વહાલાં બાળકો, આ વાત તો તમે બધાં સારી પેઠે જાણો છો ને? પછી આગળ શું થયું
-
ભાણિયો ના ભૂંકે
એનું નામ ભાણિયો. તમે ઓળખો છો ને એને? નથી ઓળખતા? ન ઓળખતા હો તો કહું. આપણા વસતા કુંભારનો એ સૌથી નાનો ગધેડો. એક દિવસ જોયા જેવી થઈ. ભાણિયો ભૂંકવાનું જ ભૂલી ગયો!
-
છાનાં છાનાં પગલાં
છૂક છૂક છૂક ગાડીનાં પગલાં દેખાય નહીં. છાશવારે છાપરા પરથી ઊડી જતા કાગડાનાં પગલાં આકાશમાં દેખાય નહીં પણ છગનલાલે નવા બૂટ લીધા ત્યારે છગનના પગલાંથી રસ્તો ગાજવા લાગ્યો. છગનલાલ છાશ લેવા જતા ત્યારે છાશવાળો છગનલાલને પગલાં પરથી ઓળખી જતો. છગનની
-
દીકરો ડાહ્યો
એક હતો બાબો. તેનું નામ મનન. તેને કજિયો કરવાની બહુ ટેવ. એક વાર કહે. ‘મારે ખાંડ ખાવી છે.’ મમ્મીએ એક ચપટી ખાંડ આપીને કહ્યું, ‘બહુ ખાંડ ખાઈએને તો શરદી થાય.’ મનને ચપટી ખાંડ ખાઈ લીધી અને ફરીથી ખાંડ માગી. મમ્મીએ બહુ સમજાવ્યો, તો મનને રડવાનું
-
શેરને માથે સવાશેર
એક ઝાડ પર કાગડો અને તેનું બચ્ચું બેઠાં હતાં. કાગડાનું બચ્ચું નવુંનવું ઊડતાં શીખ્યું હતું એટલે ખૂબ ઊડાઊડ કરતું હતું. એ બહુ દૂર સુધી ઊડી આવીને થાક ખાતું ઝાડ પર બેઠું હતું. એને ભૂખ લાગી હતી એટલે એ કાગડાને કહેવા લાગ્યું: ‘પાપા, મને તો બહુ
-
કામચોર કાગડો
કાબર અને કાગડાએ ભાગીદારીમાં ખેતર ખેડવાનું નક્કી કર્યું. બંનેએ ખેતરમાં સરખું કામ કરવાનું અને જે ઊપજ આવે તે સરખા ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું. કાબર ભોળી. કાગડો લુચ્ચો અને આળસુ. પ્રથમ તો જમીન ખેડવાની વાત આવી. કાબર
-
ટપુ હાથીની ઉત્તરાયણ
સુંદરવનમાં ઉત્તરાયણનો માહોલ જામવા માંડ્યો હતો, પણ અવ્વલ પતંગબાજ ટપુ હાથીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. આ વર્ષની ઉત્તરાયણમાં ટપુ હાથી શું નવું કરશે તે જાણવાની બધાં પ્રાણીઓને ઇંતેજારી હતી. એવામાં બિટ્ટુ બાજ સમાચાર લઈને લવલી લાયનની પાર્ટીમાં
-
હું તો આ રહ્યો!
એક હતાં રેણુબહેન. રેણુબહેનના ઘરના આંગણામાં લીમડો હતો. રેણુબહેનના દાદાજીએ લીમડો વાવ્યો હતો. દાદાજી દેવ થઈ ગયા, છતાં લીમડો તો રહયો જ : રેણુબહેનને તો લીમડો ય
-
કરસન કાગડો
નદીકાંઠે વિશાળ વડલો હતો. વડલાની જબરી છાંય. ડાળે ડાળે પંખીઓના માળા. માળામાં કાળાં, ધોળાં ને રંગબેરંગી બચ્ચાં આખો દિવસ કિલકિલાટ કરે. પંખીઓ આવે ને જાય. કાગડો ઊડે અહીં તો કોયલ ઉડે બેસે તહીં. પોપટની ચાંચ પહોળી થાય તો સમડીની પાંખ સંકેલાય. ખિસકોલીની
-
પંખીઓની દોસ્ત પરી
એક હતી છોકરી. છ-સાત વરસની. એનું નામ હતું પરી. એ સાચી પરી જેવી જ રૂપાળી. પરીને પંખીઓ બહુ જ ગમે. એને પંખીની જેમ ઊડવાનું મન પણ થાય. પરીના ઘરની પાછળના ભાગમાં આવેલા વિશાળ આંગણામાં બગીચો હતો. એ બગીચામાં ઘણાં બધાં ઝાડ હતાં. ઝાડ પર રોજ અનેક પંખીઓ
-
કાળુજી કાગડો નિશાળે ચાલ્યો
કાળુજી કાગડો કાલબાદેવીમાં કિલ્લોલ કરતો. ઘણાં વરસોથી એ કાલબાદેવીના માળાઓ અને મહેલોમાં ફરતો રહેતો. લોકોની બાલ્કનીઓમાંથી ખાવાનું ઝાપટતો. કદીક રસોડામાં સુધ્ધાં પેસી જતો. કાળુજી હિંમતવાળો હતો.