અંધેરનગરીના નગરશેઠનું નામ હતું ઢબુજી! આ ઢબુજીના નામ પ્રમાણે ગુણ. પણ એ ઉપરેય એક ગુણ વધારાનો. ઢબુજી શેઠ કંજૂસ ભારે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા કંજૂસ! ભારે મખ્ખીચૂસ. ફાટેલાંતૂટેલાં કપડાં પહેરે, પગમાં
જોશીડા જોશ જોવા આવ્યા. દેશ દેશ ફરતા આવ્યા. લાંબાં લાંબાં ટીપણાં લાવ્યા. મોટી મોટી પાઘડીઓ ડોલાવતા આવ્યા. કાને સોનાની, રૂપાની ને બરૂની કલમો ખોસી છે! ખભે ખડિયા રહી ગયા છે. એક ખડિયામાં કંકુ છે. એકમાં