Famous Gujarati Free-verse on Jivandarshan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવનદર્શન પર અછાંદસ

જીવનદર્શનના બે અર્થ

થઈ શકે. એક જીવન વિશેનું દર્શન, તત્ત્વજ્ઞાન અને બીજો અર્થ જીવન અનુભવી એનું રસદર્શન કરવું કે કરાવવું. કોઈ પણ ફિલૉસૉફી કે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો એ જીવનદર્શન સમજાવવાના પ્રયાસ હોય છે. આ તત્વજ્ઞાન ધાર્મિક દૃષ્ટિકોણથી હોઈ શકે અથવા માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણથી કે તર્કશાસ્ત્રીય દૃષ્ટિકોણથી. આ એક અભ્યાસુ અભિગમ થયો. બીજો અર્થ સમજીએ તો જીવંત અભિગમ સાથે સૃષ્ટિ અનુભવવી. કોઈ એક ઘટના, પ્રક્રિયા કે સંબંધમાં જીવનનું દર્શન કરવું. જોસેફ મેક્વાનની વાર્તા ‘પન્નાભાભી’માં નાયક એની ભાભીમાં જીવનદર્શન કરે છે. સંબંધોની ભદ્રતા સાથે તમે નાયકના જીવનમાં પન્નાભાભીને સંપૂર્ણતઃ જોઈ શકો. કનૈયાલાલ મુન્શીની નવલકથા ‘પૃથિવીવલ્લભ’માં કેદી રાજા મુંજના જીવન પ્રત્યેના મુક્ત અભિગમથી નાયિકા મૃણાલને એક ભિન્ન જીવનનું દર્શન થાય છે અને આ દર્શન એટલું પ્રભાવી છે કે રાજ્યના શત્રુ તરીકે કેદમાં પુરાયેલ મુંજને ચાહતા એ પોતાને રોકી શકતી નથી. રમણલાલ દેસાઈની નવલકથા ‘ભારેલો અગ્નિ’માં સ્વાતંત્ર્ય સંગ્રામની પાર્શ્વભૂમાં મુખ્ય પાત્ર રુદ્રદત્ત માટે સ્વાતંત્ર્યપ્રાપ્તિ એ જ જીવનનું મુખ્ય લક્ષ્ય છે, બીજા શબ્દોમાં એ ભારતની સ્વતંત્રતામાં જીવનનું દર્શન કરી રહ્યો છે. આમ, વિવિધ લેખકોએ વિવિધ સંદર્ભોમાં તત્ત્વજ્ઞાનના ભાર વગર જીવનદર્શનનું આલેખન કર્યું છે.

.....વધુ વાંચો