રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઝૂંપડપટ્ટી પર અછાંદસ
આર્થિક રીતે છેલ્લી પાયરીના
લોકોની વસ્તી. ઝૂંપડાંઓનો સમૂહ. વિશ્વમાં આર્થિક વિષમતા છે, સહિતોની સરખામણીએ રહિતોની સંખ્યા વધુ છે ત્યાં સુધી ઝૂંપડપટ્ટી રહેશે અને એ સાહિત્યનો, કળાનો વિષય પણ રહેશે. કેમકે લેખકનું કામ સંવેદના સાથે કામ પાર પાડવાનું છે. અભાવ એ કરુણતાનું દ્યોતક તત્ત્વ છે. ઝૂંપડપટ્ટી એ અભાવનો સ્થૂળ અને વાસ્તવિક પુરાવો છે. કારુણ્યનો સંવેદના સાથે સીધો સંબંધ છે. ગુજરાતી સાહિત્યમાં આર્થિક ગરીબી કે અભાવની વાત ગ્રામીણ પરિવેશમાં વધુ રજૂ થઈ છે. સરખામણીએ શહેરની ગરીબી વાર્તા કે નવલકથામાં ઓછા નજરે ચડે છે. ભગિની ભાષા મરાઠીમાં મધુ મંગેશ કર્ણિક લિખિત ‘માહિમ ચી ખાડી’ નવલકથામાં મુંબઈની કુખ્યાત ઝુંપડપટ્ટી ધારાવીનું આબાદ ચિત્રણ મળે છે. આબિદ સુરતીની ‘સૂફી’ નામની આત્મકથાના સૂરવાળી નવલકથામાં ઝૂપડપટ્ટીનું અનોખુ વિશ્વ રજૂ થયું છે. મેક્સિમ ગોર્કીની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ‘મા’માં પાર્શ્વભૂ મજૂરોની વસ્તી, ઝૂંપડપટ્ટી જ છે.