Famous Gujarati Geet on Jeans | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીન્સ પર ગીત

જિન્સ એ ડેનિમ (એક મજબૂત

સુતરાઉ તાણવાળું કાપડ અથવા ડંગરી – કાપડ માટેનો આ ઐતિહાસિક શબ્દ છે, જે સંભવતઃ મુંબઈ નજીકના ડોકસાઇડ ગામ ડોંગરી પરથી આવ્યો છે. જ્યાં આ પ્રકારના કાપડનું વણાટકામ થતું.) કાપડમાંથી બનેલા ટ્રાઉઝરનો એક પ્રકાર છે. જિન્સ કે જીન ઐતિહાસિક પ્રકારના મજબૂત કાપડનો પણ સંદર્ભ આપે છે જે સામાન્ય રીતે કપાસના તાણા અને ઊન વેફ્ટ (જેને "વર્જિનિયા કાપડ" તરીકે પણ ઓળખવામાં આવે છે). જીનનું કાપડ ડેનિમ જેવું જ સંપૂર્ણ સુતરાઉ પણ હોઈ શકે છે. મૂળરૂપે ખાણિયાઓ માટે ડિઝાઇન કરાયેલ, આધુનિક જિન્સને માર્લોન બ્રાન્ડો અને જેમ્સ ડીન જેવા હોલિવૂડના અભિનેતાઓ દ્વારા ૧૯૫૦ના દાયકાની ફિલ્મોમાં કેઝ્યુઅલ વસ્ત્રો તરીકે લોકપ્રિય બનાવવામાં આવ્યા હતા, ખાસ કરીને ‘ધ વાઇલ્ડ વન અને રિબેલ વિધાઉટ અ કોઝ’, જેના કારણે ફેબ્રિક કિશોરો, ખાસ કરીને સભ્યોમાં વિદ્રોહનું પ્રતીક બની ગયું હતું. ૧૯૬૦ના દાયકાથી જિન્સ વિવિધ યુવા પેટા સંસ્કૃતિઓ અને ત્યારબાદ સામાન્ય વસ્તીના યુવા સભ્યોમાં સામાન્ય બની ગયું. આજકાલ જિન્સ પશ્ચિમી સંસ્કૃતિમાં ટ્રાઉઝરના સૌથી લોકપ્રિય પ્રકારો પૈકી એક છે. સાહિત્યની વાત કરીએ તો જિન્સ યુવાની, સાહસ, મુક્ત, પડકાર, શૃંગાર અને રમતિયાળપણા સાથે સંકળાયેલી સંજ્ઞા છે. લેખક જ્યારે ‘જિન્સ પહેરેલી યુવતી આવી’ એમ લખે ત્યારે એમ ગૃહીત ધરે છે કે એક મુક્ત વિચારો ધરાવતી, સાહસી વ્યક્તિત્વની વાત છે એમ વાચકો સમજી જશે - અને વાચકો એમ સમજે પણ છે. ચંદ્રકાંત શાહે જિન્સ કાવ્યોની શ્રેણી રચી છે.

.....વધુ વાંચો