રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજાતિભેદ પર પદ
જ્ઞાતિભેદ. શાસ્ત્રો
અનુસાર જન્મગત આધારિત સમાજના લોકોને વિવિધ વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા જે પદ્ધતિ બદલાતા સમય સાથે નબળી પડવાને બદલે વધુ દૃઢ બની, કેમકે આ ભેદનું બ્રિટિશ શાસનના અસ્ત બાદ સ્વદેશી ઢાંચામાં સરકારી રાહે અમલીકરણ થયું. લોકોને વિવિધ વર્ણ - જાતિ અનુસાર વહેંચી નક્કી થતી શ્રેણી મુજબ લાભ કે ગેરલાભ અપાયા અને હજી અપાય છે. આથી સમય વીતતા માણસો વચ્ચે અલગાવની પ્રક્રિયા મંદ ન પડતાં વધુ મજબૂત થઈ. સમાજની આટલી મોટી બાબત સાહિત્યથી અસ્પૃશ્ય ન જ રહી શકે. બલકે જાતિભેદ સાહિત્યનો મુખ્ય વિષય બન્યો. દલિત સાહિત્ય માણસ – માણસ વચ્ચેના આ ભેદની અસરો પર જ રચાયું છે. દલિત સાહિત્ય સિવાય પણ સાહિત્યમાં જાતિભેદના પડઘા મળી આવે છે. ધૂમકેતુની ‘વણકરની કન્યા’ અને ‘અજાણ્યો મદદગાર’ના વિષય અસ્પૃશ્યતા છે. એમની ‘મોચીકામ’ વાર્તા એક મોચીની કરુણ જીવની બાબત છે. જાતિભેદને કારણે ચુનીલાલ મડિયાની વાર્તા ‘મેંદીના રંગ’નું પ્રેમીયુગલ પરણી નથી શકતું. પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ની પ્રેમકથાના પાત્રો પણ આવા ભેદના કારણે પરણી નથી શકતા. ઝવેરચંદ મેઘાણીની ‘સદાશિવ ટપાલી’ વાર્તામાં જાતિ અંતર્ગતના ભેદભાવની વાત છે. આમ, જાતિભેદ એ આપણું સામાજિક રીતે વ્યાપ્ત દૂષણ હોવાથી સાહિત્યમાં પણ વણાયું છે.