Famous Gujarati Ghazals on Jaruriyat | RekhtaGujarati

જરૂરિયાત પર ગઝલો

આવશ્યકતા. ગરજ. માણસ

માણસ પાસે અનેક પ્રકારની અપેક્ષાઓ રાખે છે. એ અપેક્ષાઓ એની આપૂર્તિ કે તેમ ન થતાં નિરાશા - સાહિત્ય માટે રસપ્રદ કથાવસ્તુ બનતા હોય છે. પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’માં નાયકની સંવેદનાની જરૂરિયાત છે કે નાયિકા સાથે એ પરણી ન શકે તો ઓછામાં ઓછું આંખ સામે રહે તો એના સારાં-નરસાની ભાળ રહે – આ ભાવ પર આખી કથા ઊભી છે. ધૂમકેતુની લોકપ્રિય વાર્તા ‘પોસ્ટ ઓફિસ’માં અલી ડોસા માટે દૂર ગામ પરણેલી એની દીકરી મરિયમનો પત્ર એની માનસિક જરૂરિયાત છે જે વાચકની આંખો ભીજવી દે છે. બ્રિટિશ નાટ્યલેખક બર્નાડ શૉની ઉક્તિ છે કે, અમીર માણસની ઐયાશીનો ખરચ ગરીબ માણસની જરૂરિયાત માટે આવક ઊભી કરે છે.

.....વધુ વાંચો