Famous Gujarati Ghazals on Jannat | RekhtaGujarati

જન્નત પર ગઝલો

‘જન્નત’ ઉર્દૂ શબ્દ છે.

ઇસ્લામ સંસ્કૃતિ અનુસાર સ્વર્ગને ‘જન્નત’ કહેવાય છે. સ્વર્ગ કે જન્નત કે અંગ્રેજી પર્યાયી શબ્દ ‘હેવન’ મૂળે ધાર્મિક શાસ્ત્રોની નીપજ છે. દરેક ધર્મશાસ્ત્રની સ્વર્ગ વિશે આગવી વ્યાખ્યા છે. જન્નત કે સ્વર્ગ એક એવું કાલ્પનિક વિશ્વ છે જેમાં આ સંસારમાં પડતાં દરેક પ્રકારના કષ્ટ ગેરહાજર છે અને કેવળ સુખ અને આનંદ છે. જન્નતનો વિરોધી શબ્દ ‘જહન્નુમ’ છે જેને આપણી સંસ્કૃતિમાં ‘નરક’ કહે છે. દરેક ધર્મગુરુ ઇચ્છે છે કે લોકો ધાર્મિક રહે, ધર્મશાસ્ત્રના આદેશોનું પાલન કરે. લોકો જો ધાર્મિક રહેશે તો તેમને સ્વર્ગ મળશે અને અધર્મ આચરશે તો તેઓ નરકમાં જશે એવી લાલચ અને ધમકીથી લોકોને ધાર્મિક બનાવવાની ધર્મગુરુઓની આ યુક્તિ છે. લોકબોલીમાં પોતાનો આનંદ અને દુઃખ વ્યક્ત કરવા લોકો ‘જન્નત’ કે ‘જહન્નુમ’ શબ્દનો ઉપયોગ કરે છે. સાહિત્યમાં સ્થળ વિશેષના વર્ણનમાં વિશેષણ તરીકે ‘જન્નત’ કે ‘સ્વર્ગ’ અને ‘જહન્નુમ’ કે ‘નરક’ શબ્દનો ઉપયોગ થાય છે. જેમકે જહાંગીર બાદશાહે કાશ્મીરનું કુદરતી સૌંદર્ય જોઈ પ્રસંશામાં કહ્યું હતું : 'ગર ફિરદૌસ બર રૂએ જમીં અસ્ત: હમીં અસ્ત ઓ, હમીં અસ્ત ઓ, હમીં અસ્ત....' અર્થાત ‘વિશ્વમાં જો ક્યાંય સ્વર્ગ હોય તો એ અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે...’ [વિશ્વમાં (જમીં) ક્યાંય જો સ્વર્ગ (ફિરદૌસ) હોય તો તે અહીં (હમીં) જ છે (અસ્ત)]

.....વધુ વાંચો