Famous Gujarati Metrical Poem on Janmdivas | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જન્મદિવસ પર છંદોબદ્ધ કાવ્ય

આ વિશ્વમાં અવતરવું,

પેદા થવું એ એક મહત્ત્વની ઘટના છે. સૃષ્ટિનું સંચાલન બે અગત્યની બાબત પર આધારિત છે : જન્મ અને મરણ. બાળકના જન્મનું વ્યક્તિગત અને પારિવારિક દૃષ્ટિએ જેમ મહત્ત્વ છે એમ મરણનું પારિવારિક અને સામાજિક દૃષ્ટિએ મહત્ત્વ છે. કોઈ પણ યાત્રા પ્રથમ પગલાં સિવાય શરૂ નથી થતી, એમ કોઈ પણ વ્યક્તિ માટે જન્મ લેવું એ પ્રાથમિક આવશ્યકતા છે. આથી જન્મ લેવાય એ દિવસ મહત્ત્વનો થઈ પડે છે, વ્યક્તિગત રીતે તો ખરો જ અને એ વ્યક્તિ જો સમાજ કે પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને હોય તો અન્યો માટે પણ. કેટલીક વ્યક્તિઓ એટલું બધુ મહત્ત્વ ધરાવે છે એમના અવસાન બાદ પણ એમના જન્મદિવસ ઉજવાય કે યાદ કરાતા હોય છે. આમ જન્મદિવસ મહત્ત્વનો હોઈ સાહિત્યમાં ઘણા કથા વળાંક માટે જન્મદિવસનો ઉપયોગ થતો હોય છે. કેતન મુન્શીની અતિ પ્રસિદ્ધ વાર્તા ‘ફટકો’માં મુખ્ય પાત્રના મનમાં જન્મતા ઉદાર ભાવને અધોરેખિત કરવા અને ત્યાર બાદ કથાનક માટે આવશ્યક ભીડ અને મરણતોલ બનાવ માટે લેખકે કૃષ્ણના જન્મદિવસના ઉત્સવને ઉપયોગમાં લીધો છે. અહીં જન્મદિવસના ધાર્મિક તહેવાર અને નવી સંવેદનાના જન્મને લેખકે ખૂબીથી સાથે વણી લીધા છે. એ જ પ્રમાણે સુરેશ જોશીએ કૃષ્ણ જન્મદિવસના નિમિત્તે ‘જન્મોત્સવ’ વાર્તામાં દરિદ્ર અને શ્રીમંત આ બે સામાજિક અંતિમના વર્ગની વિષમતાને ચોટદાર રીતે મૂકી છે. જાણે લેખક પરોક્ષપણે વિધાન કરે છે કે ઈશ્વરના અવતારને પોતાના જન્મદિવસે પણ સમાજની કથળી ગયેલી સ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી. ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણજન્મનું ધાર્મિક અને સામાજિક ધોરણે જે સ્થાન છે એ જોતાં આ બંને વાર્તાનું કથાનક ધ્યાનાકર્ષક છે. આ સિવાય જન્મદિવસને વણતું ઢગલાબંધ સાહિત્ય મળી આવે. મધુ રાયની મધ્યમ વર્ગીય માણસના અભાવગ્રસ્ત જીવનની ઝાંખી કરાવતી વાર્તા ‘ધારો કે’માં નાયક પોતાના જન્મદિવસને કઈ રીતે ઉજવે છે એની વાત છે.

.....વધુ વાંચો

છંદોબદ્ધ કાવ્ય(1)